Uncategorized

એક પુણ્યાત્મા ના કારણે……

એક નાવ માં લગભગ ચાલીસ લોકો બેસી ને ગંગા નદી માં સહેલ કરી રહ્યા હતા ,
તેમાં કોઈ સંત પણ બેઠા હતા ,સહુ પોતાના માં મસ્ત બની ને આનંદ માની રહ્યા હતા,
ત્યાં અચાનક જ નાવ હાલક ડોલક થવા લાગી ,બધાના જીવ તાળવે ચોટી ગયા ,
પેલા સંતે જોર થી ત્રાડ મારી,નક્કી કોઈ દુષ્ટ આત્મા આ નાવ માં આવી ગયો છે,
જેના કારણે , બધા ના જીવ જોખમ માં મુકાઈ ગયા છે.
નાવ ના માલિકે સંદેશો મોકલી ને બીજી નાવ મંગાવી, અને બે નાવ વચ્ચે એક પાટિયું મુક્યું ,
બધા ને એક પછી એક એ રીતે , બીજી નાવ માં જવા કહ્યું, જ્યાં એક માણસ બીજી નાવ માં જાય છે ,
ત્યાંજ પેલી હાલક ડોલક થઇ રહેલી નાવ બાકીના લોકો ને લઈને પલટી ખાઈ ગઈ, બાકીના બધા..
ડૂબી ગયા,અને એક પુણ્યાત્મા જ બચ્યો.
 
હકીકત માં એક પુણ્યાત્મા ના કારણે જ બધા બચી રહ્યા હતા.