સામાન્ય જોક્સ….

સ્કૂલ માં ટીચરે શીખવ્યું માય હેડ એટલે મારું.. માથું , એક નાદાન વિદ્યાર્થી એ સવારે ઉઠી ને માય હેડ એટલે માસ્તર નું માથું,

એમ ગોખવા લાગ્યો, તેના બાપા સાંભળી ગયા,અને બોલ્યા માસ્તર નું નહિ મારું માથું,એટલે પેલો બોલવા લાગ્યો,

માય હેડ એટલે બાપા નું માથું, એટલે તેના બાપા તેને લઈને àª®àª¾àª¸à«àª¤àª° પાસે લઇ ગયા ,અને ફરિયાદ કરી એટલે માસ્તરે પૂછ્યું,

માય હેડ એટલે પેલો વિદ્યાર્થી બોલ્યો,મારા બાપા નું માથું , ટીચર કંટાળી પ્રિન્સીપાલ પાસે લઇ ગયા,

પ્રિન્સિપાલે વિદ્યાર્થી ને શાત્વન આપી સમજાવ્યું,માસ્તર નું કે બાપ નું નહિ, મારું. માથું એમ બોલ,

વિદ્યાર્થી બોલ્યો માય હેડ એટલે પ્રિન્સીપાલ નું માથું !!

 

Author: rajnissh

Share This Post On