લોભી કોઈનો સગો નથી હોતો

લોભી કોઈનો સગો નથી હોતો…….
 
એક નગર હતું તેમાં એક ગરીબ બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો,તેની પત્ની સ્વભાવે કર્કશા હોવાથી પતિ પત્ની વચ્ચે ખૂબ ઝગડા થતા હતા.તેમના ઘરની નજીક ઝાડ પર એક ભૂત રહેતું હતું , બ્રાહ્મણ અને તેની પત્ની ના ઝગડા થી એ ખૂબ કંટાળી ગયું હતું, તેથી ભૂત બાજુના નગર ની બહાર એક ઝાડ પર રહેવા જતું રહ્યું . અને શાંતિ થી રહેવા લાગ્યું .
 
થોડા દિવસ બાદ બ્રાહ્મણપણ ઘર છોડી બાજુનાં નગર માંરહેવા ગયો, ભૂત તેને આવતો જોઈ સમજી ગયું કે નક્કી આ તેની પત્ની થી કંટાળીને અહી આવ્યો લાગે છે.બ્રાહ્મણ ખૂબ ગરીબ હોવાથી ભૂતને તેની પર દયા આવી , તેથી ભૂતે તેને સુખી કરવાનો વિચાર કરી રાત્રે બ્રાહ્મણ ને મળવા ગયું, બ્રાહ્મણ એક દુકાનનાઓટલાપર બેઠો હતો ત્યાં ભૂત જઇ પહોચ્યું. ભૂતે બ્રાહ્મણ ને કહ્યું તને પૈસા કમાવવાનો એક આઈડિયા બતાવું તેમ તુ કરજે તેથી તારે બીજી વાર કમાવવા ની જરૂર નહિ પડે, હું રાજા ના પુત્ર ની અંદર પ્રવેશ કરીશ, રાજા ગમે તેટલી તરકીબો અજમાવશે તો પણ હું નીકળીશ નહિ , અંતે એ ઢંઢેરો પીટાવશે , ત્યારે તુ બીડું ઝડપી લેજે .
 
વાત થયા મુજબ બીજે દિવસે ભૂતે રાજકુંવર ના શરીર માં પ્રવેશ કર્યો, રાજકુંવર બેહોશ થઇ ગયો ,તરત વૈધો અને હકીમો ને બોલાવ્યા,ખુબ ઈલાજ કરાવ્યા છતાં રાજકુંવર ને સારું થતું નથી ,દેશ -પરદેશ થી ઘણાં બધા વૈધો-હકીમો-તાંત્રિકો-માંત્રિકો આવી ગયા પણ કોઈ ની શક્તિ કામ ના લાગી, છેવટે 
 
રાજા એ ઢંઢેરો પીટાવ્યો કે રાજકુંવર ને જે કોઈ સાજો કરી દેશે તેને રાજા પાંચ હાજર સોના મહોર આપશે,બ્રાહ્મણે આ બીડું ઝડપી લીધું ,અને રાજ મહેલ માં પહોચી ગયો,રાજકુંવર ને બરાબર તપાસી બ્રાહ્મણે ત્રણ દિવસ નો હવન કરવો પડશે ,તેના માટે ખૂબજ સામગ્રી મંગાવી,અને હવન ચાલુ કર્યો,ત્રીજા દિવસે ભૂત બહાર નીકળી ગયું ને રાજકુંવર સાજો થઇ ગયો, રાજા એ બ્રાહ્મણ નું બહુમાન કર્યું, ને વાત થયા મુજબ પાંચ હાજર સોના મહોર આપી રવાના કર્યો,
ભૂત, બ્રાહ્મણના સુખી થવાથી ખૂબ ખુશ થયું, હવે પોતે પણ સુખી થવા એક રસ્તો વિચારી કાયમ ભટકવા કરતા એક જગ્યા એ રહેવાનો વિચાર કરી એક શેઠ ના દીકરા ના શરીર માં પ્રવેશ્યું, ભૂતના પ્રવેશ થી શેઠ ના દીકરા ની તબિયત પણ બગડી ગઈ,શેઠે પણ ઘણાં ઉપચાર કરાવ્યા છતાં તેમના દીકરાને સારું ન થયું એટલે શેઠે પણ ઢંઢેરો પીટાવ્યો, આ વખતે પણ બીડું બ્રાહ્મણે ઝડપ્યું,
 
બ્રાહ્મણ શેઠ ના ઘરે પહોચ્યો ને શેઠના દીકરા પાસે ગયો ત્યાં ભૂતે બ્રાહ્મણને કહ્યું,આ વખતે તો વાત થઇ નથી તો,કેમ આવ્યો ? બ્રાહ્મણે ધીમે થી કહ્યું કે હું તમને કહેવા આવ્યો છું કે મારી પત્ની અહી પણ આવી ગઈ છે, અને આ સાંભળતાં ની સાથે ભૂત ભાગી ગયું.

 

Author: rajnissh

Share This Post On

1 Comment

  1. Hey very cool web site!! Man .. Beautiful .. Amazing .. I will bookmark your site and take the feeds also…I’m happy to find a lot of useful info here in the post, we need develop more strategies in this regard, thanks for sharing. . . . . .

Submit a Comment

Your email address will not be published.