Uncategorized

દલીલ ન કરવામાં વધારે મજા.

એક વાર પવન અને સૂર્ય વચ્ચે વાતો ચાલતી હતી.તે વખતે ધરતી પર એક ડોસો કાળો કોટ
પહેરીને જઈ રહ્યો હતો.તેને જોઇને પવને સૂર્યને કહ્યું, મારામાં એટલી બધી તાકાત છે કે હું આ
ડોસાનો કોટ પળવારમાં ઉડાવી દઉં.
 
સૂર્યે માત્ર સ્મિત કર્યું. તેની સામે ન તો કોઈ દલીલ કરી કે ન બીજું કશું બોલ્યો. આ બાજુ પવને
સૂસવાટાબંધ ફુંકાવવાનું શરૂ કરી દીધું. એ જોઇને સૂર્ય વાદળમાં ચાલી ગયો.
 
પેલા ડોસાએ પવનથી કોટ ઉડી ન જાય તે માટે બે હાથેથી પકડી રાખ્યો.આથી ઉશ્કેરાયેલો પવન
વધુને વધુ પોતાની તાકાત અજમાવવા લાગ્યો.આ બાજુ ડોસાએ પણ વધુને વધુ જોરથી કોટ ઉપર
પોતાની પક્કડ લેવા માંડી.અંતે પવન થાકી ગયો અને તે ચાલ્યો ગયો. થોડીકવાર પછી વાદળ
માંથી સૂર્ય બહાર આવ્યો.ચારે બાજુ તેના કિરણો રેલાઈ જતાં તડકો થઇ ગયો.
 
એક બાજુ પવન વાતો બંધ થઇ ગયો હતો, બીજી બાજુ સૂર્ય નો તડકો પડતો હતો.આથી બફારો થવાને
લીધે ડોસાએ કોટ તરત કાઢી નાખ્યો. લપેટીને હાથમાં લઈને ચાલવા લાગ્યો.પવને દુરથી દ્રશ્ય જોયું.
તે તો એકદમ સ્તબ્ધ થઇ ગયો !
 
ત્યારે પણ સૂર્ય માત્ર મરક મરક હસતો હતો.વિજયનો કોઈ કેફ તેના મુખ પર શોધ્યો જડતો ન હતો.