તાકાત નું પ્રદર્શન અને પરિણામ – જોક

તાકાત નું પ્રદર્શન અને પરિણામ

પચાસ વરસ ની ઉમર ના એક દરબાર હતા,તેમના પત્ની અવસાન પામ્યા, થોડા મહિના વીત્યા પછી,
સગા સંબંધી સૌએ બીજા લગ્ન કરવા માટે સમજાવ્યા કે તમેતો હજુ યુવાન લાગો છો, નાની ઉમર છે …
 
દરબાર બીજા લગ્ન કરવા માની ગયા.બે મહિના પછી દરબાર નું વેવિશાળ બાજુ ના ગામની એક કન્યા
સાથે નક્કી થયું.જાન જોડી બળદગાડામાં બેસી દરબાર લગ્ન કરવા ગયા. ગામની અંદર પ્રવેશતા કન્યાની

સહેલી ઓ વરરાજા ને જોવા, બારી માં ઉભી હતી,તેમાં એક સહેલી થી બોલાઈ ગયું કે વરરાજા તો ઘરડો લાગે છે,

દરબાર સાંભળી ગયા અને, તે સહેલી ને બરાબર જોઈ લીધી.લગ્ન પતિ ગયા પછી જાન વિદાય નો સમય આવ્યો, ત્યારે દરબારે ગાડા ને બળદ જોડવા ની જગ્યાએ પોતે આવ્યા, અને ગાડુ પકડી સાત ચક્કર લગાવ્યા, પછી પેલી સહેલી સામે જોઇને બોલ્યા કે હું ઘરડો લાગુ છું ?
 
ત્યારે સહેલી બોલી કે ઘરડા તો તમે છોજ, પણ ગાંડા હતા તે આજે ખબર પડી .
 
તાકાત ના પ્રદર્શન થી એક પદવી વધારે મળી.

Author: rajnissh

Share This Post On

Submit a Comment

Your email address will not be published.